Pages

Saturday, 24 November 2012

ગાંધી તારી ખાદી વટલાઈ....................

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ દેશના કરોડો માનવી ની રોજી માટે અને ખાસ કરી ને દલિત સમાજ ના ઉથ્થાન માટે "ખાદી" નું મહત્વ સમજાવ્યું......અને દેશના સેંકડો સામાજિક કાર્યકર્તા અને આઝાદી સંગ્રામ ના સૈનિકો એ ગાંધી ના બોલ ને ઉપાડી લીધો......રેંટીયા અને અંબરચર્ખા એ ગરીબ માનવી ની આજીવિકા માટે નું સ્થાન લીધું.....અને સાચા સ્વરૂપે વિકાસ ની યાત્રા નો આરંભ થયો.......
કોને ખબર હતી કે એક દિવસ એવો પણ આવશે કે ખાદી ને કોઈક વટલાવશે........
ખાદી ના ઝબ્બા-લેંઘા , પેન્ટ-શર્ટ......કડક ડ્રાઈ સાથે એ રાજકારણીઓ નું પ્રતિક બનશે !!!
જે દેશ નો રાષ્ટ્ર ધ્વજ ખાદી નો હોય......
જે દેશના સામાજીક કાર્યકર બે જોડી કપડામાં જીન્દગી ભર સમાજસેવા કરતા રહે......
જે દેશની આઝાદી માં ખાદી નું મહત્વ નું યોગદાન હોય......
જે દેશના મહાનુભાવો ના નશ્વર દેહ ને ખાદી માં લપેટી સન્માન અપાતું હોય.....
જે દેશમાં ખાદી નું મહત્વ વધારવા જનતા ને કરોડો ની સબસીડી અપાતી હોય......
અને....ખાદી એક મહત્વ નું કાપડ નું સ્થાન મેળવી ચૂક્યું હોય ત્યાં.......
રાજકીય પક્ષ ના કાર્યકરો થી લઇ મુખ્યમંત્રીઓ કે વડાપ્રધાન પણ ખાદી ના વસ્ત્રો માં સજ્જ રહેતા હોય અને તેને તેનું ગૌરવ સમજતા હોય......તે આપણા મહાન રાષ્ટ્ર માં રાજકીય સત્તાધીશો એ ધીરે ધીરે પોતાની માનસિકતા છત્તિ કરી.......જવાહર જાકીટ પહેરતા પંડિત જવાહરલાલ નહેરુ હોય કે અટલ બિહારી બાજપાઈ હોય. ખાદી ની બંડી એ સ્વીકૃત વાત હતી......પણ પછી આવ્યું Raymond નું જેકેટ.....સિલ્ક ના રંગ બેરંગી ઝબ્બા અને હદ તો વટાવી કોઈકે જેણે મહિલા ના સ્લેક્સ ને લેંઘા નું સ્થાન આપ્યું.....
આમ ખાદી ને વિલીન કરવા ના પ્રયાસો તો થયા.....પણ ગરીબ-દલિતે સંઘર્ષ કરી નવાયુગ સાથે કદમ મિલાવવા ખાદી ને પણ નવું સ્વરૂપ આપ્યું.....પોલીવસ્ત્ર બન્યું.....ખાદીસીલ્ક બન્યું.....અને અનેક વેરાઈટી....પણ હદ તો ત્યારે વટાવી આ આધુનિક સમાજસેવા ના નામે છુપાયેલ ભ્રસ્ટ રાજકારણીઓ એ......
પક્ષ ના મોવડી હોય પણ એક લાખ રૂપિયા ની લાંચ લીધી ખાદી ના વસ્ત્રોમાં.....જેલ માં ગયા ખાદી ના વસ્ત્રોમાં....દારુ ની મહેફીલો જામી ખાદી ના વસ્ત્રોમાં.....વ્યભિચાર પણ ખાદી ના વસ્ત્રોમાં.......સત્યના હિમાયતી ગાંધી ની ખાદી તો ત્યારે વટલાઈ જ્યારે ખાદી ના વસ્ત્રોમાં સજ્જ અમારા રાજ્ય ના મુખ્યમંત્રી ક્યારેય સાચું બોલ્યાજ નહિ.......અને આજે મને દુ:ખ છે........
છેલ્લા કેટલાક દિવસો થી ખાદીના વસ્ત્રોમાં સજ્જ રાજકારણીઓ એ commitment અને loyalty ની વ્યાખ્યા જ બદલી નાખી ........રાજકીય કાર્યકરો  ચોક્કસ વિચારધારા સાથે કોઈપણ રાજકીય પક્ષો ના માધ્યમ થી રાષ્ટ્ર માટે-રાજ્ય માટે જાગૃત રહે છે અને લોકશાહીમાં સંવિધાનિક સંસ્થાઓ માં પોતાના પક્ષ ની વિચારધારા સાથે કાર્ય કરવા સક્રિય રહે છે.....ખાદી ના વસ્ત્રો તેની ઓળખ છે....પરંતુ પક્ષ એક કે બીજા ને પ્રતિનિધિત્વ આપે છે તો ખાદીધારી નારાજ થઇ જાય છે......અને અચાનક તેની વિચારધારા બદલાઈ જાય છે... commitment અને loyalty ને પળ ભર ના વિલંબ વગર ઠોકર મારે છે....... અને ના હું તો ચુંટણી લડીશ જ ....ના હું તો તને જીતવા નહિ જ દઉં ....અને લોકશાહી ના લાંછન સમા વરવા પ્રદર્શનો, પક્ષ માંથી રાજીનામાં  અને ટીવી માધ્યમો ના સહારે પોતાની દુભાયેલ લાગણી ને વાચા આપવા ના કૃત્યો નો આરંભ થાય છે.....
અને શરમ વગરના આ ખાદીધારીઓ પાછા પોતાની ખુરશી સાચવવા આંટા મારે છે........
શક્તિશાળી નેતૃત્વ નો અભાવ ? બધે જ બળવા.......કોઈક પક્ષ ના આદેશો ઝુંટવી જઈ રહ્યા છે, તો કોઈક અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે.....પક્ષો તેમને નામ આપે છે....સત્તા નો ભ્રષ્ટાચાર તેમની ગરીબી દૂર કરે છે....બે પૈડા ના ફાંફા હોય ત્યાં ચાર પૈડા માં ફરતા થાય છે.....વાતાનુકુલિત વાતાવરણ સિવાય તેમને ફાવતું નથી....પણ ...............ખાદી તેઓ છોડતા નથી.........
સત્તા ભૂખ્યા આ નરાધમો એ શું ગાંધી ની ખાદી ને વટલાવી તેમ કહેવું ઉચ્ચિત નથી......
પક્ષો ના રાજકારણ થી પર રહી શું રાજકારણ ને સ્વચ્છ બનાવવા ને માટે કોઈ "ગાંધી" મળશે ???