Tuesday, 29 January 2013
હતાશા !!! નિરાશા !!! સત્તાની ?
હતાશા !!!
નિરાશા !!!
સત્તાની ?
શા માટે ?
અમને મત વધુ મળ્યા ......અમને પહેલા કરતા વધુ બેઠકો મળી .......
નાં , એ પરિણામ નથી .......સાચુ પરિણામ જનતા એ હજુ સુધી ગુજરાત માં સત્તા માટે આપણને સક્ષમ નથી સમજ્યા .....
અને જેને સક્ષમ ગણ્યા છે તેણે જનતા ની આંખે એવા પાટા બાંધ્યા છે કે બધું જ દેખાતું હોવા છતા જનતા તે જોવા તૈયાર નથી, અને તે જ સ્પસ્ટ કરે છે કે તેમની ભૂલો અને ગુન્હાઓ કરતા વધુ જવાબદાર આપણ ને ગણ્યા છે અને તે સ્વીકારવામાં શરમ શાની ?
રાજ્ય માં સત્તા નો અડંગો જમાવી ને બેઠેલા ને હકીકતે જનતા વિજયી બનાવવા માંગે છે ? વ્યાપક ભ્રષ્ટાચાર અને વિકાસ નાં નામે શૂન્ય છતા એવું તે શું થયું છે કે જનતા આપણા થી દુર રહે છે ?
શું આપણે આપણી જવાબદારી માંથી છટકવા માંગીએ છીએ ? કઈ રીતે છટકી શકાય ?
શું આપણા માં કોઈ ખોટ છે ? શું વ્હાલા દવલા ની નીતિ હજી આપણે છોડી શક્યા નથી ? શું કાર્યકર ની મનોવ્યથા સમજવા આપણે સક્ષમ નથી ? શું હજુ આપણે ઉમેદવાર પસંદગી સમયે કઈક ગેર માર્ગે દોરાઈએ છીએ ?
સવાલો તો અનેક છે ..........જવાબ એક છે .........આપણે વિચારીએ ગઈકાલ ની ભૂલો માટે પણ આવતીકાલ નું શું ?
લાખો કાર્યકરો ની નજર પક્ષ માં નેતૃત્વ ને શોધી રહ્યું છે .....હાર જીત તો રાજકારણ માં એક અનિવાર્ય અંગ છે ....આજે હાર્યા તો કાલે જીતવું છે પણ
તેના માટે પક્ષ નાં કાર્યકરો ની હતાશા ખંખેરવી પડશે , કાર્યકરો નો વિશ્વાસ સંપાદિત થાય તેવા પગલા લેવા પડશે .....
મને ટીકીટ ન મળી હવે હું જોવ છું કોણ જીતે છે ? આજે જીતવા દઈએ તો આપણે જ આપણું ભાવી જોખમ માં મુકીએ છીએ તેવા વિચારો છોડવા પડશે , પક્ષ નાં નેતૃત્વ એ પણ ધરતી ઉપર આવવું પડશે , ચુંટણી સમય ને વેપાર નો સારા માં સારો સમય માનતા પરિબળો ને દુર રાખવા પડશે ...ગમે તેવા મહાનુભાવો ની શિસ્ત ભંગ ની કાર્યવાહી સામે કડક હાથે કામ લેવું જ પડશે અને તે પણ સમય મર્યાદા માં , ભલે પક્ષ ને ક્ષણિક નુકશાન થાય પણ આવા પરિબળો ને પક્ષ માં થી વિદાય આપવી જ પડશે ...કેટલાક પરિબળો વર્ષોથી નાણાં ને જોરે હોદ્દાઓ ઉપર ચોટી બેઠા છે તેને કાઢવા પડશે જ ...કેટલાક ને નેતાઓ દત્તક લઇ ને સક્રિય રહ્યા છે તેમની ઉપર લગામ ખેચવી જ પડશે ......અને બધા જ નિર્ણયો શાંત ચિત્તે ,પૂર્ણ વિચાર બાદ પણ સમય મર્યાદા માં લેવા જ પડશે .....આજે પક્ષ નાં કાર્યકરો સાથે નો અન્યાય અને તેના પ્રત્યાઘાત રૂપે કાર્યકરો ની નિષ્ક્રિયતા એ પક્ષે તે ઘણું સહન કર્યું પરંતુ બધા જ ભૂલી રહ્યા છે કે આપનણે રાજ્ય ને અને રાષ્ટ્ર ને કેટલું મોટું નુકશાન પરોક્ષ રીતે કરી રહ્યા છીએ ....આપણી લડત ખુબ મોટી છે તે સમજી નીજી સ્વાર્થ ને આપણે મહત્વ આપવાનું બંધ કરવું પડશે .......
આજે સાંપ્રદાયિક પરિબળો એ ગુજરાત માં થી માથું ઉચક્યું છે , અને આપણો રાષ્ટ્ર હજી બિનસાંપ્રદાયિકતા નો અર્થ સમજી શક્યો નથી ...."ગર્વ સે કહો હમ હિંદુ હૈ " જેવા સાંપ્રદાયિક સ્લોગન્સ થી યુવાન ખોટી રીતે આકર્ષાયો છે .....હડ હડ તા જુઠ્ઠાણાં ને આજે યુવાન સાચું સમજે છે અને કોમ્પુટર ક્રાંતિ -મોબાઈલ ક્રાંતિ -ઓટોમોબાઈલ ક્રાંતિ જેવી વિવિધ ક્રાંતિ નાં ફળ ચાખતા હોવા છતા તે ને ભ્રષ્ટાચાર નો પર્યાય સમજે છે ....શું આપની કોઈ ભૂલ નથી ? મને જે તે સમયના વડાપ્રધાન માનનીય રાજીવજી નાં એ શબ્દો આજે યાદ આવે છે "चाहे अपनी सरकार ही क्यों न हो अगर वो गलती करे-जन विरोधी कार्य करे या भ्रष्टाचार में शामिल हो उनके सामने भी आन्दोलन करने से कोंग्रेस जन को हिचकिचा ना नहीं चाहिए "......આજે 2જી -કોલ કૌભાંડ જેવા કામો માં કોંગ્રેસ બદનામ થાય છે અને બદનામ ફરીસ્તાઓ ને કોણ સાંભળે ?? અને તેથી જ આ સાંપ્રદાયિક પરિબળો મજબુત થતા જાય છે અને થતા રહેશે ......
શું આપણ ને સત્તા ન મળી માટે હતાશ થયા ? શું નિરાશ થયા ? અરે, દેશ ને આઝાદી અપાવનાર પક્ષ નાં કાર્યકર ને વળી સત્તા શું ?
નથી જોતી એવી સત્તા કે જેમાં જનતા ને ગુમરાહ કરી ધર્મ નાં વિભાજનો અને જુઠ્ઠાણા ફેલાવી સત્તા મેળવી શકાય .....
પણ, નેતાઓ ની નિરાશા એ કાર્યકરો ને હતાશા તરફ ધકેલાઈ રહ્યા છે .....પાણી વહી જાય તે પહેલા પાળ બાંધવી જરૂરી છે .....
તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચુંટણી માં જ્યાં કોંગ્રેસ પક્ષે ઉમેદવારી ન કરી, જ્યાં સામે વાળા ને બિનહરીફ બનાવ્યા ત્યાં 2012 નાં વિધાનસભા નાં ઉમેદવારો અને સંસદ સભ્યો સામે અત્યંત કડક કાર્યવાહી અનિવાર્ય છે અને જે કાર્યકરો માં ઉત્સાહ અને ઉમંગ ભરશે ...અને તો કોંગ્રેસ નું ભાવી ઉજળુ બનતા સાંપ્રદાયિકતા સામે નાં બિન સાંપ્રદાયિક પરિબળો ગર્વ થી કહેશે "हा,हम राष्ट्रवादी है हम कोंग्रेसी है"
Thursday, 27 December 2012
અમે હાર્યા.....
અમે હાર્યા .......
એ હાર અમારી છે,એ
કોઈ ની જીત નથી .....
પરંતુ લોકશાહી માં
જીત એ જીત છે અને તે પ્રજા નો અવાજ છે .....જીતનારા ક્યારેય વિચારશે નહિ તેમની જીત
શા માટે ? હારનારો અનેક બહાના બનાવશે-બતાવશે પણ હકીકતો જાણવા અને વિચારી મનોમંથન
કરવા માટે તેની પાસે સમય નથી ....
અને સમય હોય પણ
ક્યાં થી .....કારણ હકીકતે તેનો જ પરાજય નહિ સમૂહ-સંગઠન કે વિચારધારા નો પરાજય પણ
તેને કારણે છે .....
કોઈ કહે આ તો મેચફીક્ષિંગ
છે.....
કોઈ કહે છે તે
પોતાનું જ ગોઠવવા રહ્યો..... આવી અનેક વાતો થાય , આક્ષેપો થાય ...પરંતુ તે હકીકતો
નથી હોતી ........આવું કહી ને પણ જનતા નું અપમાન કરતાં આ રાજકારણીઓ સહેજે અચકાતા નથી......
હકીકતે
............................
પક્ષ ની ઉમેદવારી ની
પસંદગી જ અવળચંડી .......કઈ જ્ઞાતિ ? તેનો ભૂતકાળ શું ? તેની જ્ઞાતિ નાં કેટલા મતો
? કોણ તેને ઈચ્છે છે ?
અને શરુ થાય છે હાર
ની મેરેથોન ......
કોઈ સાચું કારણ
નહિ......પસંદગીકાર ૫૦૦ થી ૭૦૦ કી.મી દુર રહેતા હોય તો પણ સંપૂર્ણ જાણકારી નો
દાવો....વ્હાલા દવલાં ને મહત્વ ....મોટા નેતાઓની ચમચાગીરી પસંદગી માટે શ્રેષ્ટ
કારણ ......કોઈ નેતા ને અન્યાય ન થાય તેના ઉપર વિશિષ્ઠ ધ્યાન...એકદમ નજીક નાં નો
ભોગ લેવાય પછી તે જીત નો ઘોડો પણ કેમ ન હોય ....અને એક નવી કહેવત “નાણા વગરનો કાર્યકર અને નાણે ઉમેદવાર”....
હાર નાં ઘોડા
ભ્રષ્ટાચાર નાં નાણે આર્થિક તાકાતવાન બન્યા હોય.......પક્ષ ની શિસ્ત ની મર્યાદા ને
ઓળંગતા હોય....કહેવાતા નેતૃત્વ ને જાહેર માં ભાંડતા હોય....ઉમેદવારી કરવાની તક ન
મળી હોય તો પણ તેને મનાવવા નાં પ્રયાસો ?.....અને બે ધડક પાછા નેતૃત્વ કરે ?....
અને પેલો કાર્યકર
.......
નીતિ વગર નાં નેતાઓ
નાં આદેશો માનવા મજબુર બને ? અને આદેશો ન માનતા શિસ્તભંગ ની કાર્યવાહી નો સામનો
કરે ?.....
અને પરિણામો જાહેર
થાય ત્યાં સુધી વિજય નાં બણગા ફૂંકે અને હાર ભાળી જતા આબુ-ગોવા કે સ્વીઝરલેન્ડ નાં
પ્રવાસે જતા રહે,અને તે પણ ચુંટણી સમયે કરેલ વહીવટ માં થી “ખાઈ” ગયેલ નાણા જ .....
અને તેથી જ કહેવાય
છે કે ....નીતિ ન હોય ત્યારે નિયત હોતી નથી અને નીતિ અને નિયત ન હોય ત્યારે અમન
ક્યાંથી હોય ......
રાજકારણ દ્વારા જનતા
ની સેવા માટે પહેલું પગલું છે સંગઠન.........
પણ......સંગઠન માં
જે મતવિસ્તારો માં થી પ્રદેશ કક્ષા નાં પદાધીકારો મળે છે તે જ મતવિસ્તારો માટે
પક્ષ નાં ઉમેદવાર મળતા નથી......આયાત કરવા પડે છે .....
એનો સીધો
અર્થ......સંગઠન માટે પસંદ કરેલ વ્યક્તિ ક્યારેય જનતા નાં સંપર્ક માં રહેતો નથી
અથવા આયાત કરાતા ઉમેદવારો કોઈક નાં દબાણ ને વશ થઇ પસંદ કરાયા છે ......
નેતાઓ તો હદ ત્યારે
વટાવી જાય છે,જ્યારે તેઓ પક્ષ ના ઉમેદવાર ને હરાવવા સક્રિય થાય છે .....અને હવે તો
મતદાન નાં આંકડા બુથ પ્રમાણે પ્રાપ્ય થવાથી આ બધી બાબત નરી આંખે જોઈ શકાય છે....
શું Dictatorial Democracy જ એક માત્ર વિકલ્પ બન્યો છે ?.....જીતનારાઓ ની કાર્ય પધ્ધતિ
જોતા તો એવું લાગે છે ......
ક્યા સુધી માત્ર
મમત-જીદ-અને પોતાની ઈચ્છા ની પરીપુર્તતા ની સક્રિયતા સામે કાર્યકર શાંત રહેશે ???
શું બળવા-દાદાગીરી
અને ટોળાશાહી ના વરવા પ્રદર્શનો સામે ઝુકતા રહી ને હાર સ્વીકારતા રહીશું......
આ વાત પ્રવર્તમાન
પરાજિત સંગઠન ની છે .........પરંતુ ઊંડો અભ્યાસ કરશો તો આ બદી હવે સમાજ માં પણ
ફેલાઈ રહી છે અને પરિણામ તો એક જ પરાજય.........
Saturday, 8 December 2012
શા માટે ધીક્કારાય છે બ્રહ્મસમાજ ???
નાત-જાત અને ધર્મ ના વાડા થી કલુષિત સમાજ માં પોતાની જાત યાદ આવે છે માત્ર ને માત્ર રાજકીય ક્ષેત્રે........લગ્ન જીવન ને એક સમય હતો સમાજ જ્ઞાતિ ને પ્રાધાન્ય આપતો, પરંતુ સમય જતો ગયો શહેરી જીવન માં આ ભેદ ભૂલાતો ગયો........
પ્રેમ લગ્નો ને સમાજ સ્વીકારતો થયો .....પહેલી દ્રષ્ટિ એ લાગ્યું કે ચાલો હવે સમાજ એક રાગતા થી સમાજ જીવન ને નવપલ્લવિત કરશે......પરંતુ રાજકીય ક્ષેત્રે આ ભેદભાવ દિન પ્રતિદિન ચરમ સીમા એ પહોંચ્યો......
અને માત્ર જ્ઞાતિ ના વાડા, ધર્મ ના ભેદ નું મહત્વ વધતું રહ્યું........
કોઈ પણ જ્ઞાતિ ને જે સમાજ ની કોઈ પણ ભોગે અનિવાર્યતા છે તે બ્રહ્મ સમાજ તેની ચાતુર્યતા થી પર જઈ બધાને પોતાના સમજતો રહ્યો.........
ભગવાન પરશુરામ કે ભગવાન શંકર અને ભગવાન હાટકેશ થી લઇ બ્રહ્મ સમાજ ની અનેક વાતો ધર્મ ના નામે થઇ શકે.....પરંતુ અહીં પણ રાજકીય વાત જ છે........
શા માટે બ્રહ્મસમાજ ની એકતા દેખાતી નથી ? એવું તે શું છે કે ક્ષત્રિય-પટેલ-વાણીયા કે અનેક કોમો ચુંટણી આવે છે ત્યારે પોતાના મતો ની ગણતરી થી આ વિસ્તાર માં અમારી બહુમતી છે અમારો વિજય સુનિશ્ચિત છે ની વાતો કરતો સંભળાય છે પરંતુ હકીકતે બ્રહ્મ સમાજ ની બહુમતી હોય તો પણ તેની અવગણના થાય છે કારણ આપણે જ હસતે મોઢે સ્વીકારી લઈએ છીએ.....શા માટે ?
બહુ સ્પષ્ટ રીતે જોવા જઈએ તો ૬૭%થી વધુ મતવિસ્તારો માં બ્રહ્મ સમાજ ના મતો ઉપર જ હાર-જીત નક્કી થાય છે.....અને કેટલાક કોઈ પણ કારણ વગર એ તો આપણા જ છે ક્યા જવાના છે ની વાતો કરી ચુંટણી લડે છે અને જીતે પણ છે.......અને પછી તે સમાજ પિંડદાન સમયે આપણા ને યાદ કરે છે.......અર્થાત જીવતા જીવ તો નહિ જ........કારણ બહુ સરળ છે........આપણે એકત્ર હોવા છતા આપણો અવાજ બુલંદ બનાવી શકવા સમર્થ નથી..........
સમાજ માં થી ધર્મ અને જ્ઞાતિ ના વાડા દૂર થાય તે માટે સતત જાગૃત આપણો સમાજ ધીક્કારાતો રહે છે....
કોઈ પણ પક્ષ બ્રહ્મ સમાજ ને ૫% થી વધુ બેઠકો આપતો નથી અને આપણે પણ પાછા કોઈક થી અંજાઈ જઈ આપણા જ્ઞાતિ ના ઉમેદવાર ને પરાજિત થાય તેવી રીતે મતદાન કરતા અચકાતા નથી.....
શું આપણે જ આપણા સમાજ ના ભાવી ને ધૂંધળું બનાવવા ઉત્સુક બન્યા છીએ......
શું કાળ ક્રમે આપણે ઉન્નતી કરતા અધોગતિ તરફ આગળ વધવાનું નક્કી કરી ચુક્યા છીએ.....
શું આપણે મુક પ્રેક્ષક બની રહીશું ?
ગુજરાત કે સૌરાષ્ટ્ર ના રાજકીય ઇતિહાસ ને તાપાસસો તો નેતૃત્વ માત્ર બ્રહ્મ સમાજ નું હતું અને આજે ૦.૦૧% વસ્તી પણ ન ધરાવનાર ની સત્તા.......
તમે જ્યાં હોવ.....જે વિચારધારા માં વિશ્વાસ કરતા હોવ.....કોઈના આંધળા પ્રેમ માં હોવ.....તો પણ સમય આવ્યો છે....................આપણે આપણા ના બની રહીએ અને આપણી આવતીકાલ ઉજળી બનાવવા બ્રહ્મ સમાજ ના ઉમેદવાર ને વિજયી બનાવવા કટીબદ્ધ બનીએ.....
અપેક્ષા અસ્થાને નથી........તમે અને હું સમજશું તો સંસ્કારો અને સંસ્કૃતિ નું જતન થશે......

Saturday, 24 November 2012
ગાંધી તારી ખાદી વટલાઈ....................
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ દેશના કરોડો માનવી ની રોજી માટે અને ખાસ કરી ને દલિત સમાજ ના ઉથ્થાન માટે "ખાદી" નું મહત્વ સમજાવ્યું......અને દેશના સેંકડો સામાજિક કાર્યકર્તા અને આઝાદી સંગ્રામ ના સૈનિકો એ ગાંધી ના બોલ ને ઉપાડી લીધો......રેંટીયા અને અંબરચર્ખા એ ગરીબ માનવી ની આજીવિકા માટે નું સ્થાન લીધું.....અને સાચા સ્વરૂપે વિકાસ ની યાત્રા નો આરંભ થયો.......
કોને ખબર હતી કે એક દિવસ એવો પણ આવશે કે ખાદી ને કોઈક વટલાવશે........
ખાદી ના ઝબ્બા-લેંઘા , પેન્ટ-શર્ટ......કડક ડ્રાઈ સાથે એ રાજકારણીઓ નું પ્રતિક બનશે !!!
જે દેશ નો રાષ્ટ્ર ધ્વજ ખાદી નો હોય......
જે દેશના સામાજીક કાર્યકર બે જોડી કપડામાં જીન્દગી ભર સમાજસેવા કરતા રહે......
જે દેશની આઝાદી માં ખાદી નું મહત્વ નું યોગદાન હોય......
જે દેશના મહાનુભાવો ના નશ્વર દેહ ને ખાદી માં લપેટી સન્માન અપાતું હોય.....
જે દેશમાં ખાદી નું મહત્વ વધારવા જનતા ને કરોડો ની સબસીડી અપાતી હોય......
અને....ખાદી એક મહત્વ નું કાપડ નું સ્થાન મેળવી ચૂક્યું હોય ત્યાં.......
રાજકીય પક્ષ ના કાર્યકરો થી લઇ મુખ્યમંત્રીઓ કે વડાપ્રધાન પણ ખાદી ના વસ્ત્રો માં સજ્જ રહેતા હોય અને તેને તેનું ગૌરવ સમજતા હોય......તે આપણા મહાન રાષ્ટ્ર માં રાજકીય સત્તાધીશો એ ધીરે ધીરે પોતાની માનસિકતા છત્તિ કરી.......જવાહર જાકીટ પહેરતા પંડિત જવાહરલાલ નહેરુ હોય કે અટલ બિહારી બાજપાઈ હોય. ખાદી ની બંડી એ સ્વીકૃત વાત હતી......પણ પછી આવ્યું Raymond નું જેકેટ.....સિલ્ક ના રંગ બેરંગી ઝબ્બા અને હદ તો વટાવી કોઈકે જેણે મહિલા ના સ્લેક્સ ને લેંઘા નું સ્થાન આપ્યું.....
આમ ખાદી ને વિલીન કરવા ના પ્રયાસો તો થયા.....પણ ગરીબ-દલિતે સંઘર્ષ કરી નવાયુગ સાથે કદમ મિલાવવા ખાદી ને પણ નવું સ્વરૂપ આપ્યું.....પોલીવસ્ત્ર બન્યું.....ખાદીસીલ્ક બન્યું.....અને અનેક વેરાઈટી....પણ હદ તો ત્યારે વટાવી આ આધુનિક સમાજસેવા ના નામે છુપાયેલ ભ્રસ્ટ રાજકારણીઓ એ......
પક્ષ ના મોવડી હોય પણ એક લાખ રૂપિયા ની લાંચ લીધી ખાદી ના વસ્ત્રોમાં.....જેલ માં ગયા ખાદી ના વસ્ત્રોમાં....દારુ ની મહેફીલો જામી ખાદી ના વસ્ત્રોમાં.....વ્યભિચાર પણ ખાદી ના વસ્ત્રોમાં.......સત્યના હિમાયતી ગાંધી ની ખાદી તો ત્યારે વટલાઈ જ્યારે ખાદી ના વસ્ત્રોમાં સજ્જ અમારા રાજ્ય ના મુખ્યમંત્રી ક્યારેય સાચું બોલ્યાજ નહિ.......અને આજે મને દુ:ખ છે........
છેલ્લા કેટલાક દિવસો થી ખાદીના વસ્ત્રોમાં સજ્જ રાજકારણીઓ એ commitment અને loyalty ની વ્યાખ્યા જ બદલી નાખી ........રાજકીય કાર્યકરો ચોક્કસ વિચારધારા સાથે કોઈપણ રાજકીય પક્ષો ના માધ્યમ થી રાષ્ટ્ર માટે-રાજ્ય માટે જાગૃત રહે છે અને લોકશાહીમાં સંવિધાનિક સંસ્થાઓ માં પોતાના પક્ષ ની વિચારધારા સાથે કાર્ય કરવા સક્રિય રહે છે.....ખાદી ના વસ્ત્રો તેની ઓળખ છે....પરંતુ પક્ષ એક કે બીજા ને પ્રતિનિધિત્વ આપે છે તો ખાદીધારી નારાજ થઇ જાય છે......અને અચાનક તેની વિચારધારા બદલાઈ જાય છે... commitment અને loyalty ને પળ ભર ના વિલંબ વગર ઠોકર મારે છે....... અને ના હું તો ચુંટણી લડીશ જ ....ના હું તો તને જીતવા નહિ જ દઉં ....અને લોકશાહી ના લાંછન સમા વરવા પ્રદર્શનો, પક્ષ માંથી રાજીનામાં અને ટીવી માધ્યમો ના સહારે પોતાની દુભાયેલ લાગણી ને વાચા આપવા ના કૃત્યો નો આરંભ થાય છે.....
અને શરમ વગરના આ ખાદીધારીઓ પાછા પોતાની ખુરશી સાચવવા આંટા મારે છે........
શક્તિશાળી નેતૃત્વ નો અભાવ ? બધે જ બળવા.......કોઈક પક્ષ ના આદેશો ઝુંટવી જઈ રહ્યા છે, તો કોઈક અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે.....પક્ષો તેમને નામ આપે છે....સત્તા નો ભ્રષ્ટાચાર તેમની ગરીબી દૂર કરે છે....બે પૈડા ના ફાંફા હોય ત્યાં ચાર પૈડા માં ફરતા થાય છે.....વાતાનુકુલિત વાતાવરણ સિવાય તેમને ફાવતું નથી....પણ ...............ખાદી તેઓ છોડતા નથી.........
સત્તા ભૂખ્યા આ નરાધમો એ શું ગાંધી ની ખાદી ને વટલાવી તેમ કહેવું ઉચ્ચિત નથી......
પક્ષો ના રાજકારણ થી પર રહી શું રાજકારણ ને સ્વચ્છ બનાવવા ને માટે કોઈ "ગાંધી" મળશે ???

Tuesday, 23 October 2012
ન રહ્યો ઘર નો કે ન રહ્યો ઘાટ નો..........
હું સત્તા ભૂખ્યો.......
સત્તા માટે હું બધું જ કરી શકું......
સત્તા મેળવવા મેં ગુજરાત ની જનતા ને કોમવાદી રંગ આપ્યો.......
કોઈક બળ્યા.....કોઈક કપાયા.....કોઈક જેલ માં ગયા.....કેટલાય પરિવારો બરબાદ થયા......મારે શું ?
મને તો સત્તાં મળી.......
સત્તા મળતા જ મેં મારા સાથીઓ ને પણ પરિચય આપ્યો.......કોઈક ની હત્યા....કોઈક ને ઘર ભેગા.....કોઈક ને જેલમાં ......ધર્માંધ ને સમજ આપવા મારી હત્યા ના નામે ઘણા ને ગોળી એ દીધા, અને મારું આવું કામ કરનાર ને જેલ હવાલે કર્યા.......સાથીઓ ને ભૂલ્યો....જનતા ને ભૂલ્યો.......ઉદ્યોગપતિઓ ને મિત્રો બનાવ્યા.....અને કરોડો ભેગા કર્યા.......હું કોણ ? હું સરમુખત્યાર હત્યારો અને શ્રેષ્ઠ ભ્રષ્ટાચારી બન્યો.......
હવે મારા પક્ષ વાળા પણ મારા થી ડરતા હતા........
મને સપનું આવ્યું "હું વડાપ્રધાન હોવ તો"........અને મેં કાચીડા ની જેમ કલર બદલવા નું શરુ કર્યું.........
"સદભાવના" ના નામે હું બધા નો બનવા નીકળ્યો.........
મને કોઈકે ચેતવ્યો........અને પાછો હું એક ચોક્કસ કોમ ને ધિક્કારવા નું નાટક શરુ કરવા તત્પર બન્યો.......અને મેં સાફા પહેર્યા....પાઘડી પહેરી પણ ટોપી ન પહેરી......
મારી કહેવાતી સદભાવના ખુલ્લી પડી ગઈ........પરિસ્થિતિ વણસતી જતી હતી....."ન ઘરનો ન ઘાટનો" જેવી પરિસ્થિતિ નું નિર્માણ થતું જતું હતું........મને કોઈક હિન્દુ સમ્રાટ કહેતું હતું....પણ હવે હિન્દુત્વ ઘસાતું હતું.....મારે મત જોઈતા હતા......પણ મત કોણ આપશે ?
બહુમતી સમાજ મને ઓળખી ગયો હતો........લઘુમતી માં મારા નાટકો ચાલતા ન હતા.......દલિતો ને ગોળી એ દીધા.....આદિવાસી ઓ પાસે મારા ખોટા વચનીયા ભાષણો નો પરપોટો ફૂટી ગયો હતો.......અને જે સમાજ માં મને ભરોશો હતો તેને કેશુબાપા લઇ જતા હતા.........શું કરું ?
વડાપ્રધાન ના સપના એ તો રાષ્ટ્રીય સ્તરે મારા રાજકીય દુશ્મનો વધ્યા.....સાથી પક્ષો નો સહારો તૂટ્યો......અને હું દોડ્યો..........નાગપુર........માતૃસંસ્થા ના આગેવાનો ના પગ ના તળિયા ચાટ્યા તો ત્યાં પણ ઠપકો જ મળ્યો.......મેં કોંગ્રેસ ને બતાવવા લઘુમતી ને પક્ષ માં લીધા.......અને મારા હતા તે પણ મારા ન રહ્યા.......હિન્દુ પ્રતિક ભુશાયું......મત મેળવવા જતા બધું ગુમાવ્યું.......
મને બધા પૂછે છે કે શું નરેન્દ્રભાઈ હવે આપણે હિન્દુત્વ ભૂલી જવાનું ? તમે તો ભૂલી શકો પણ અમારું શું ?
મને જવાબ મળતો નથી......એક ને મૂર્ખ બનાવવા જતા બીજો નારાજ થાય.......શું કરું ???
ગત નવરાત્ર માં તો મેં માં અંબા ની આરાધના માં ઉપવાસ કરેલ અને એટલે તો ભાજપા ની રાષ્ટ્રીય કારોબારી માં જઈ શક્યો ન હતો.......આ વખતે તો ભૂલી જ ગયો કે નવરાત્ર માં મારે ઉપવાસ કરવાના છે......
હવે સમજાયું.......મૂર્ખ બનાવવા....કે.....મૂર્ખ સમજવા ની કામગીરી બહુ ચાલતી નથી.......
સાથીઓ ન રહ્યા......કાર્યકરો ન રહ્યા.....મતદારો ન રહ્યા.....નીતિ બદલાઈ, વિચાર બદલાયા પણ મારું ખમીર ન રહ્યું............કુંવારો હતો અને વિધુર બન્યો........સમજી વિચારી ને કરેલ કૃત્યો ની માફી પણ મળતી નથી.......હવે........મતદારો મને જાકારો આપશે અને સાબરમતી સેન્ટ્રલ જેલ મારું સ્વાગત કરશે.........પણ મારે તો ત્યાં પણ સલામતી જોશે કારણ જેલ માં પણ મોટા ભાગના ને તો મેં જ મારી ગધ્ધારી કરી મોકલ્યા છે............હવે તો ઈશ્વર કે અલ્લાહ પણ મને નહિ સાંભળે ......શું કરું. ?

Tuesday, 9 October 2012
जब सस्से पे............
बड़े जोर से कहेते थे........
अहमदाबाद का असली नाम अमदावाद है...........
और हम इसे "कर्णावती"के नाम की अलग पहेचान देंगे.........
NDA का शाशन काल ख़त्म हुवा लेकिन हिन्दुवाद को फैलावा देने वाले भाजपा इसे कर्णावती नहीं बना सके.........
मद्रास चेन्नई हुवा.......और बहुत सारे नाम इतिहास को नजर में रखते हुवे बदला गया.......
बड़े जोर से चिल्लाने वाले मोदी कुछ नहीं कर पाया.......लघुमतीओ की ह्त्या और हिन्दुवाद से सत्ता प्राप्त की.....समय आने पर सद्भावना की नौटंकी की......
स्थानीय चुनाव आने पर अपने आप अहमदाबाद को कर्णावती का नामाभिधान कर दिया.....
नहीं चली , वो तो मत बटोर ने का दिखावा था.......
अहमदाबाद तो अहमदाबाद ही बना रहा.......अपनी भ्रष्ट सरकार-अपनी कोमवादी सरकार बनी लेकिन भूल गए कर्णावती का वादा......
बाबरी ध्वंस की.....राम को भूल गए.......
लघुमतीओ की ह्त्या.....और हिन्दू सलाखों के पीछे.....
भक्षक से बचने रक्षक रखे......और रक्षक हवालात में.......
साथिओ से काम करवाया.......और साथी ओ को सत्ता त्याग नि पड़ी......
पार्टी के सितारों को गर्दिश में डाल दिया.....कुछ तो आज "स्व-धाम" चले गए............................और अब भोकने लगा यह कोमवादी सर्मुख्त्यार शाशक......
कांग्रेस के वरिष्ठ नेता और गुजरात के सांसद के लिए........श्री अहमद भाई पटेल के लिए.......................अहमद भाई वर्तमान है,शहर बसाने वाला इतिहास है. वर्तमानको इतिहास और भूगोल की जानकारी अवश्य है.......लेकिन आपने तो कर्णावती नहीं बनाया पहेले इस बात का जवाब दो.........न हम कभी कहेंगे- न हमने कभी कहा है, हम संस्कृति का सम्मान करना जानते है, अहमदशाह बादशाह ने कुत्तो द्वारा निस:हाय की ह्त्या के आभाष से अहमदाबाद बसाया ......लेकिन कहा है कर्णावती ?....................
सयम-शिस्त-शालीनता-संस्कार और संस्कृति की सीमा लांघ ने से पहेले सोचो "मोदी".....नतीजे क्या होगा...........

કજરી-મોદી ભાઈ ભાઈ......
કોઈ પુરાવા નહિ........
વાત માં કોઈ તથ્ય નહિ......
માત્ર વ્યક્તિગત પ્રસિદ્ધિ જ મક્ષદ......
અવાર નવાર પ્રેસ કોન્ફરન્સ દ્વારા મીડિયા દ્વારા પોતાની પ્રસિદ્ધિ અને બીજાની માનહાની.......
અરવિંદ કજરીવાલ એક નામ......જેનો સાથ આપવા અન્ના હઝારે તૈયાર નહિ.....
જે પોતે લાયઝન નાં નામે ગુજરાત નાં એક ઉદ્યોગપતિ પાસે થી માસિક ૭.૫ લાખ રૂપિયા મેળવી અમદાવાદ અને ગાંધીનગર નાં વીજ વપરાશકારો ને અન્યાય કરી રહ્યા છે.
શું તેમના આક્ષેપો માં વજૂદ છે ? જો વજૂદ છે તો ફરિયાદ કેમ નથી કરતા.....શું અદાલતો નાં ન્યાય તેમને પસંદ નથી ? હરિયાણા સરકાર-દિલ્હી સરકાર સામે આક્ષેપો કરી રોબર્ટ વાડ્રા અને DLF ને આક્ષેપો દ્વારા બદનામ કરવા નીકળ્યા છે તેની પાસે પુરાવા છે તો શા માટે કાનૂની કાર્યવાહી નથી કરતા......કજરીવાલ એક મહત્વકાંક્ષી વ્યક્તિ છે અને તેની મહત્વકાંક્ષા ને કોઈ મર્યાદા નથી...ખોટી માહિતી નાં આધારે જુઠ્ઠાણા ફેલાવવા તત્પર આ કજરી ને ગુજરાત દેખાતું નથી. તેને માત્ર કોંગ્રેસ ને કલંકિત કરી આગામી ચુંટણી માં પરાજય આપવા નો કોન્ટ્રાક્ટ મળેલ છે. આ એક નિમ્ન કક્ષાનો રાજપુરુષ થવા નીકળેલ ધુતારો છે. અન્ના નાં આંદોલન માં એકત્ર કરેલ નાણાં નો હિસાબ જનતા સમક્ષ મૂકી ન શકનાર કજરી પોતે એક દલાલ-જુઠ્ઠો અને ભ્રષ્ટ માણસ છે....ગુજરાત નાં મુખ્યમંત્રી ની નાણાકીય સહાય થી તે કોંગ્રેસ ને અને ભાજપા ને કલંકિત કરવા અને બ્લેકમેઈલ કરવા નીકળેલ છે......અવાર નવાર ગુજરાત નાં મુખ્યમંત્રી સાથે વિદેશ પ્રવાસ માં જોડાતા એ ઉદ્યોગપતિ જ તો કજરી ને માસિક હપ્તો આપે છે. મોદી ભાજપા ને બ્લેકમેઈલ કરી પોતાનું સ્થાન પક્ષ માં મજબુત બનાવવા ઉપયોગ કરી રહ્યા છે....પ્રશાંત તો ગુજરાત ની વકીલાત કરી જ ચુક્યા છે... એક સોચી સમજી સાજીઝ એટલે જ કજરી ની પ્રવૃત્તિ.....
કજરી હવે મીડિયા સામે આવી જુઠ્ઠાણા ફેલાવવાને બદલે કાનૂની કાર્યવાહી કરે તે આવશ્યક છે અન્યથા કજરી સામે ગુજરાતભરમાં તમામ અદાલતો માં એક જ દિવસે કોંગ્રેસ પક્ષ ને કલંકિત કરવા નાં કેસ દાખલ કરી કજરી સામે નાં અઆધારભૂત પુરાવા ઓ સાથે ફોજદારી ગુન્હો પણ દાખલ કરવાની ફરજ પડશે.
આવા દંભી-જુઠ્ઠા-ધુતારા ઓ ને ભાડા નાં રાજકીય માફિયા બનાવી વિકાસ નાં આડે રોડા નાખવાના પ્રયાસ સાંખી નહિ લેવાય.......

Subscribe to:
Posts (Atom)