Pages

Thursday, 27 December 2012

અમે હાર્યા.....





અમે હાર્યા .......
એ હાર અમારી છે,એ કોઈ ની જીત નથી .....
પરંતુ લોકશાહી માં જીત એ જીત છે અને તે પ્રજા નો અવાજ છે .....જીતનારા ક્યારેય વિચારશે નહિ તેમની જીત શા માટે ? હારનારો અનેક બહાના બનાવશે-બતાવશે પણ હકીકતો જાણવા અને વિચારી મનોમંથન કરવા માટે તેની પાસે સમય નથી ....
અને સમય હોય પણ ક્યાં થી .....કારણ હકીકતે તેનો જ પરાજય નહિ સમૂહ-સંગઠન કે વિચારધારા નો પરાજય પણ તેને કારણે છે .....
કોઈ કહે આ તો મેચફીક્ષિંગ  છે.....
કોઈ કહે છે તે પોતાનું જ ગોઠવવા રહ્યો..... આવી અનેક વાતો થાય , આક્ષેપો થાય ...પરંતુ તે હકીકતો નથી હોતી ........આવું કહી ને પણ જનતા નું અપમાન કરતાં  આ રાજકારણીઓ સહેજે અચકાતા નથી......
હકીકતે ............................
પક્ષ ની ઉમેદવારી ની પસંદગી જ અવળચંડી .......કઈ જ્ઞાતિ ? તેનો ભૂતકાળ શું ? તેની જ્ઞાતિ નાં કેટલા મતો ? કોણ તેને ઈચ્છે છે ?
અને શરુ થાય છે હાર ની મેરેથોન ......
કોઈ સાચું કારણ નહિ......પસંદગીકાર ૫૦૦ થી ૭૦૦ કી.મી દુર રહેતા હોય તો પણ સંપૂર્ણ જાણકારી નો દાવો....વ્હાલા દવલાં ને મહત્વ ....મોટા નેતાઓની ચમચાગીરી પસંદગી માટે શ્રેષ્ટ કારણ ......કોઈ નેતા ને અન્યાય ન થાય તેના ઉપર વિશિષ્ઠ ધ્યાન...એકદમ નજીક નાં નો ભોગ લેવાય પછી તે જીત નો ઘોડો પણ કેમ ન હોય ....અને એક નવી કહેવત નાણા વગરનો કાર્યકર અને નાણે ઉમેદવાર....
હાર નાં ઘોડા ભ્રષ્ટાચાર નાં નાણે આર્થિક તાકાતવાન બન્યા હોય.......પક્ષ ની શિસ્ત ની મર્યાદા ને ઓળંગતા હોય....કહેવાતા નેતૃત્વ ને જાહેર માં ભાંડતા હોય....ઉમેદવારી કરવાની તક ન મળી હોય તો પણ તેને મનાવવા નાં પ્રયાસો ?.....અને બે ધડક પાછા નેતૃત્વ કરે ?....
અને પેલો કાર્યકર .......
નીતિ વગર નાં નેતાઓ નાં આદેશો માનવા મજબુર બને ? અને આદેશો ન માનતા શિસ્તભંગ ની કાર્યવાહી નો સામનો કરે ?.....
અને પરિણામો જાહેર થાય ત્યાં સુધી વિજય નાં બણગા ફૂંકે અને હાર ભાળી જતા આબુ-ગોવા કે સ્વીઝરલેન્ડ નાં પ્રવાસે જતા રહે,અને તે પણ ચુંટણી સમયે કરેલ વહીવટ માં થી ખાઈ ગયેલ નાણા જ .....
અને તેથી જ કહેવાય છે કે ....નીતિ ન હોય ત્યારે નિયત હોતી નથી અને નીતિ અને નિયત ન હોય ત્યારે અમન ક્યાંથી હોય ......
રાજકારણ દ્વારા જનતા ની સેવા માટે પહેલું પગલું છે સંગઠન.........
પણ......સંગઠન માં જે મતવિસ્તારો માં થી પ્રદેશ કક્ષા નાં પદાધીકારો મળે છે તે જ મતવિસ્તારો માટે પક્ષ નાં ઉમેદવાર મળતા નથી......આયાત કરવા પડે છે .....
એનો સીધો અર્થ......સંગઠન માટે પસંદ કરેલ વ્યક્તિ ક્યારેય જનતા નાં સંપર્ક માં રહેતો નથી અથવા આયાત કરાતા ઉમેદવારો કોઈક નાં દબાણ ને વશ થઇ પસંદ કરાયા છે ......
નેતાઓ તો હદ ત્યારે વટાવી જાય છે,જ્યારે તેઓ પક્ષ ના ઉમેદવાર ને હરાવવા સક્રિય થાય છે .....અને હવે તો મતદાન નાં આંકડા બુથ પ્રમાણે પ્રાપ્ય થવાથી આ બધી બાબત નરી આંખે જોઈ શકાય છે....
શું Dictatorial Democracy જ એક માત્ર વિકલ્પ બન્યો છે ?.....જીતનારાઓ ની કાર્ય પધ્ધતિ જોતા તો એવું લાગે છે ......
ક્યા સુધી માત્ર મમત-જીદ-અને પોતાની ઈચ્છા ની પરીપુર્તતા ની સક્રિયતા સામે કાર્યકર શાંત રહેશે ???
શું બળવા-દાદાગીરી અને ટોળાશાહી ના વરવા પ્રદર્શનો સામે ઝુકતા રહી ને હાર સ્વીકારતા રહીશું......
આ વાત પ્રવર્તમાન પરાજિત સંગઠન ની છે .........પરંતુ ઊંડો અભ્યાસ કરશો તો આ બદી હવે સમાજ માં પણ ફેલાઈ રહી છે અને પરિણામ તો એક જ પરાજય.........

Saturday, 8 December 2012

શા માટે ધીક્કારાય છે બ્રહ્મસમાજ ???

નાત-જાત અને ધર્મ ના વાડા થી કલુષિત સમાજ માં પોતાની જાત યાદ આવે છે માત્ર ને માત્ર રાજકીય ક્ષેત્રે........લગ્ન જીવન ને એક સમય હતો સમાજ જ્ઞાતિ ને પ્રાધાન્ય આપતો, પરંતુ સમય જતો ગયો શહેરી જીવન માં આ ભેદ ભૂલાતો ગયો........
પ્રેમ લગ્નો ને સમાજ સ્વીકારતો થયો .....પહેલી દ્રષ્ટિ એ લાગ્યું કે ચાલો હવે સમાજ એક રાગતા થી સમાજ જીવન ને નવપલ્લવિત કરશે......પરંતુ રાજકીય ક્ષેત્રે આ ભેદભાવ દિન પ્રતિદિન ચરમ સીમા એ પહોંચ્યો......
અને માત્ર જ્ઞાતિ ના વાડા, ધર્મ ના ભેદ નું મહત્વ વધતું રહ્યું........
કોઈ પણ જ્ઞાતિ ને જે સમાજ ની કોઈ પણ ભોગે અનિવાર્યતા છે તે બ્રહ્મ સમાજ તેની ચાતુર્યતા થી પર જઈ બધાને પોતાના સમજતો રહ્યો.........
ભગવાન પરશુરામ કે ભગવાન શંકર અને ભગવાન હાટકેશ થી લઇ બ્રહ્મ સમાજ ની અનેક વાતો ધર્મ ના નામે થઇ શકે.....પરંતુ અહીં પણ રાજકીય વાત જ છે........
શા માટે બ્રહ્મસમાજ ની એકતા દેખાતી નથી ? એવું તે શું છે કે ક્ષત્રિય-પટેલ-વાણીયા કે અનેક કોમો ચુંટણી આવે છે ત્યારે પોતાના મતો ની ગણતરી થી આ વિસ્તાર માં અમારી બહુમતી છે અમારો વિજય સુનિશ્ચિત છે ની વાતો કરતો સંભળાય છે પરંતુ હકીકતે બ્રહ્મ સમાજ ની બહુમતી હોય તો પણ તેની અવગણના થાય છે કારણ આપણે જ હસતે મોઢે સ્વીકારી લઈએ છીએ.....શા માટે ?
બહુ સ્પષ્ટ રીતે જોવા જઈએ તો ૬૭%થી વધુ મતવિસ્તારો માં બ્રહ્મ સમાજ ના મતો ઉપર જ હાર-જીત નક્કી થાય છે.....અને કેટલાક કોઈ પણ કારણ વગર એ તો આપણા જ છે ક્યા જવાના છે ની વાતો કરી ચુંટણી લડે છે અને જીતે પણ છે.......અને પછી તે સમાજ પિંડદાન સમયે આપણા ને યાદ કરે છે.......અર્થાત જીવતા જીવ તો નહિ જ........કારણ બહુ સરળ છે........આપણે એકત્ર હોવા છતા આપણો અવાજ બુલંદ બનાવી શકવા સમર્થ નથી..........
સમાજ માં થી ધર્મ અને જ્ઞાતિ ના વાડા દૂર થાય તે માટે સતત જાગૃત આપણો સમાજ ધીક્કારાતો રહે છે....
કોઈ પણ પક્ષ બ્રહ્મ સમાજ ને ૫% થી વધુ બેઠકો આપતો નથી અને આપણે પણ પાછા કોઈક થી અંજાઈ જઈ આપણા જ્ઞાતિ ના ઉમેદવાર ને પરાજિત થાય તેવી રીતે મતદાન કરતા અચકાતા નથી.....
શું આપણે જ આપણા સમાજ ના ભાવી ને ધૂંધળું બનાવવા ઉત્સુક બન્યા છીએ......
શું કાળ ક્રમે આપણે ઉન્નતી કરતા અધોગતિ તરફ આગળ વધવાનું નક્કી કરી ચુક્યા છીએ.....
શું આપણે મુક પ્રેક્ષક બની રહીશું ?
ગુજરાત કે સૌરાષ્ટ્ર ના રાજકીય ઇતિહાસ ને તાપાસસો તો નેતૃત્વ માત્ર બ્રહ્મ સમાજ નું હતું અને આજે ૦.૦૧% વસ્તી પણ ન ધરાવનાર ની સત્તા.......
તમે જ્યાં હોવ.....જે વિચારધારા માં વિશ્વાસ કરતા હોવ.....કોઈના આંધળા પ્રેમ માં હોવ.....તો પણ સમય આવ્યો છે....................આપણે આપણા ના બની રહીએ અને આપણી આવતીકાલ ઉજળી બનાવવા બ્રહ્મ સમાજ ના ઉમેદવાર ને વિજયી બનાવવા કટીબદ્ધ બનીએ.....
અપેક્ષા અસ્થાને નથી........તમે અને હું સમજશું તો સંસ્કારો અને સંસ્કૃતિ નું જતન થશે......