Pages

Tuesday, 29 January 2013

હતાશા !!! નિરાશા !!! સત્તાની ?


હતાશા !!!
નિરાશા !!!
સત્તાની ?

શા માટે ?
અમને મત વધુ મળ્યા ......અમને પહેલા કરતા વધુ બેઠકો મળી .......
નાં , એ પરિણામ નથી .......સાચુ પરિણામ જનતા એ હજુ સુધી ગુજરાત માં સત્તા માટે આપણને સક્ષમ નથી સમજ્યા .....
અને જેને સક્ષમ ગણ્યા છે તેણે જનતા ની આંખે એવા પાટા  બાંધ્યા છે કે બધું જ દેખાતું હોવા છતા જનતા તે જોવા તૈયાર નથી, અને તે જ સ્પસ્ટ કરે છે કે તેમની ભૂલો અને ગુન્હાઓ કરતા વધુ જવાબદાર આપણ ને ગણ્યા છે અને તે સ્વીકારવામાં શરમ શાની ?
રાજ્ય માં સત્તા નો અડંગો જમાવી ને બેઠેલા ને હકીકતે જનતા વિજયી બનાવવા માંગે છે ? વ્યાપક ભ્રષ્ટાચાર અને વિકાસ નાં નામે શૂન્ય છતા એવું તે શું થયું છે કે જનતા આપણા થી દુર રહે છે ?
શું આપણે આપણી જવાબદારી માંથી છટકવા માંગીએ છીએ ? કઈ રીતે છટકી શકાય ?
શું આપણા માં કોઈ ખોટ છે ? શું વ્હાલા દવલા ની નીતિ હજી આપણે છોડી શક્યા નથી ? શું કાર્યકર ની મનોવ્યથા સમજવા આપણે  સક્ષમ નથી ? શું હજુ આપણે  ઉમેદવાર પસંદગી સમયે કઈક ગેર માર્ગે દોરાઈએ છીએ ?
સવાલો તો અનેક છે ..........જવાબ એક છે .........આપણે  વિચારીએ ગઈકાલ ની ભૂલો માટે  પણ આવતીકાલ નું શું ?
લાખો કાર્યકરો ની નજર પક્ષ માં નેતૃત્વ ને શોધી રહ્યું છે .....હાર જીત તો રાજકારણ માં એક અનિવાર્ય અંગ છે ....આજે હાર્યા તો કાલે જીતવું છે પણ
તેના માટે પક્ષ નાં કાર્યકરો ની હતાશા ખંખેરવી પડશે , કાર્યકરો નો  વિશ્વાસ સંપાદિત થાય તેવા પગલા લેવા પડશે .....
મને ટીકીટ ન મળી હવે હું જોવ છું કોણ જીતે છે ? આજે જીતવા દઈએ તો આપણે જ આપણું ભાવી જોખમ માં મુકીએ છીએ તેવા વિચારો છોડવા પડશે , પક્ષ નાં નેતૃત્વ એ પણ ધરતી ઉપર આવવું પડશે , ચુંટણી સમય ને વેપાર નો સારા માં સારો સમય માનતા પરિબળો ને દુર રાખવા પડશે ...ગમે તેવા મહાનુભાવો ની શિસ્ત ભંગ ની કાર્યવાહી સામે કડક હાથે કામ લેવું જ પડશે અને તે પણ સમય મર્યાદા માં , ભલે પક્ષ ને ક્ષણિક નુકશાન થાય પણ આવા પરિબળો ને પક્ષ માં થી વિદાય આપવી જ પડશે ...કેટલાક પરિબળો વર્ષોથી નાણાં ને જોરે હોદ્દાઓ ઉપર ચોટી બેઠા છે તેને કાઢવા પડશે જ ...કેટલાક ને નેતાઓ દત્તક લઇ ને સક્રિય રહ્યા છે તેમની ઉપર લગામ ખેચવી જ પડશે ......અને બધા જ નિર્ણયો શાંત ચિત્તે ,પૂર્ણ વિચાર બાદ પણ સમય મર્યાદા માં લેવા જ પડશે .....આજે પક્ષ નાં કાર્યકરો સાથે નો અન્યાય અને તેના પ્રત્યાઘાત રૂપે કાર્યકરો ની નિષ્ક્રિયતા એ પક્ષે તે ઘણું સહન કર્યું પરંતુ બધા જ ભૂલી  રહ્યા છે કે આપનણે  રાજ્ય ને અને રાષ્ટ્ર ને કેટલું મોટું નુકશાન પરોક્ષ રીતે કરી રહ્યા છીએ ....આપણી  લડત ખુબ મોટી છે તે સમજી  નીજી સ્વાર્થ ને આપણે મહત્વ આપવાનું બંધ કરવું પડશે .......
આજે સાંપ્રદાયિક પરિબળો એ ગુજરાત માં થી માથું ઉચક્યું છે , અને આપણો રાષ્ટ્ર હજી બિનસાંપ્રદાયિકતા નો અર્થ સમજી શક્યો નથી ...."ગર્વ સે કહો હમ હિંદુ હૈ " જેવા સાંપ્રદાયિક સ્લોગન્સ થી યુવાન ખોટી રીતે આકર્ષાયો છે .....હડ હડ તા જુઠ્ઠાણાં ને આજે યુવાન સાચું સમજે છે અને કોમ્પુટર ક્રાંતિ -મોબાઈલ ક્રાંતિ -ઓટોમોબાઈલ ક્રાંતિ જેવી વિવિધ ક્રાંતિ નાં ફળ ચાખતા હોવા છતા તે ને ભ્રષ્ટાચાર નો પર્યાય સમજે છે ....શું આપની કોઈ ભૂલ નથી ? મને જે તે સમયના વડાપ્રધાન માનનીય રાજીવજી નાં એ શબ્દો આજે યાદ આવે છે "चाहे अपनी सरकार ही क्यों न हो अगर वो गलती करे-जन विरोधी कार्य करे या भ्रष्टाचार में शामिल हो उनके सामने भी आन्दोलन करने से कोंग्रेस जन  को हिचकिचा ना नहीं चाहिए "......આજે 2જી -કોલ કૌભાંડ જેવા કામો માં કોંગ્રેસ બદનામ થાય છે અને બદનામ ફરીસ્તાઓ ને કોણ સાંભળે ?? અને તેથી જ આ સાંપ્રદાયિક પરિબળો મજબુત થતા જાય છે અને થતા રહેશે ......
શું આપણ ને સત્તા ન મળી માટે હતાશ થયા ? શું નિરાશ થયા ? અરે, દેશ ને આઝાદી અપાવનાર પક્ષ નાં કાર્યકર ને વળી સત્તા શું ?
નથી જોતી એવી સત્તા કે જેમાં જનતા ને ગુમરાહ કરી ધર્મ નાં વિભાજનો અને જુઠ્ઠાણા ફેલાવી સત્તા મેળવી શકાય .....
પણ, નેતાઓ ની નિરાશા એ કાર્યકરો ને હતાશા તરફ ધકેલાઈ  રહ્યા છે .....પાણી વહી જાય તે પહેલા પાળ  બાંધવી જરૂરી છે .....
તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચુંટણી માં જ્યાં કોંગ્રેસ પક્ષે ઉમેદવારી ન કરી, જ્યાં સામે વાળા ને બિનહરીફ બનાવ્યા ત્યાં 2012 નાં વિધાનસભા નાં ઉમેદવારો અને સંસદ સભ્યો સામે અત્યંત કડક કાર્યવાહી અનિવાર્ય છે અને જે કાર્યકરો માં ઉત્સાહ અને ઉમંગ ભરશે ...અને તો કોંગ્રેસ નું ભાવી ઉજળુ બનતા સાંપ્રદાયિકતા સામે નાં બિન સાંપ્રદાયિક પરિબળો ગર્વ થી કહેશે "हा,हम राष्ट्रवादी है हम कोंग्रेसी है"