અમે હાર્યા .......
એ હાર અમારી છે,એ
કોઈ ની જીત નથી .....
પરંતુ લોકશાહી માં
જીત એ જીત છે અને તે પ્રજા નો અવાજ છે .....જીતનારા ક્યારેય વિચારશે નહિ તેમની જીત
શા માટે ? હારનારો અનેક બહાના બનાવશે-બતાવશે પણ હકીકતો જાણવા અને વિચારી મનોમંથન
કરવા માટે તેની પાસે સમય નથી ....
અને સમય હોય પણ
ક્યાં થી .....કારણ હકીકતે તેનો જ પરાજય નહિ સમૂહ-સંગઠન કે વિચારધારા નો પરાજય પણ
તેને કારણે છે .....
કોઈ કહે આ તો મેચફીક્ષિંગ
છે.....
કોઈ કહે છે તે
પોતાનું જ ગોઠવવા રહ્યો..... આવી અનેક વાતો થાય , આક્ષેપો થાય ...પરંતુ તે હકીકતો
નથી હોતી ........આવું કહી ને પણ જનતા નું અપમાન કરતાં આ રાજકારણીઓ સહેજે અચકાતા નથી......
હકીકતે
............................
પક્ષ ની ઉમેદવારી ની
પસંદગી જ અવળચંડી .......કઈ જ્ઞાતિ ? તેનો ભૂતકાળ શું ? તેની જ્ઞાતિ નાં કેટલા મતો
? કોણ તેને ઈચ્છે છે ?
અને શરુ થાય છે હાર
ની મેરેથોન ......
કોઈ સાચું કારણ
નહિ......પસંદગીકાર ૫૦૦ થી ૭૦૦ કી.મી દુર રહેતા હોય તો પણ સંપૂર્ણ જાણકારી નો
દાવો....વ્હાલા દવલાં ને મહત્વ ....મોટા નેતાઓની ચમચાગીરી પસંદગી માટે શ્રેષ્ટ
કારણ ......કોઈ નેતા ને અન્યાય ન થાય તેના ઉપર વિશિષ્ઠ ધ્યાન...એકદમ નજીક નાં નો
ભોગ લેવાય પછી તે જીત નો ઘોડો પણ કેમ ન હોય ....અને એક નવી કહેવત “નાણા વગરનો કાર્યકર અને નાણે ઉમેદવાર”....
હાર નાં ઘોડા
ભ્રષ્ટાચાર નાં નાણે આર્થિક તાકાતવાન બન્યા હોય.......પક્ષ ની શિસ્ત ની મર્યાદા ને
ઓળંગતા હોય....કહેવાતા નેતૃત્વ ને જાહેર માં ભાંડતા હોય....ઉમેદવારી કરવાની તક ન
મળી હોય તો પણ તેને મનાવવા નાં પ્રયાસો ?.....અને બે ધડક પાછા નેતૃત્વ કરે ?....
અને પેલો કાર્યકર
.......
નીતિ વગર નાં નેતાઓ
નાં આદેશો માનવા મજબુર બને ? અને આદેશો ન માનતા શિસ્તભંગ ની કાર્યવાહી નો સામનો
કરે ?.....
અને પરિણામો જાહેર
થાય ત્યાં સુધી વિજય નાં બણગા ફૂંકે અને હાર ભાળી જતા આબુ-ગોવા કે સ્વીઝરલેન્ડ નાં
પ્રવાસે જતા રહે,અને તે પણ ચુંટણી સમયે કરેલ વહીવટ માં થી “ખાઈ” ગયેલ નાણા જ .....
અને તેથી જ કહેવાય
છે કે ....નીતિ ન હોય ત્યારે નિયત હોતી નથી અને નીતિ અને નિયત ન હોય ત્યારે અમન
ક્યાંથી હોય ......
રાજકારણ દ્વારા જનતા
ની સેવા માટે પહેલું પગલું છે સંગઠન.........
પણ......સંગઠન માં
જે મતવિસ્તારો માં થી પ્રદેશ કક્ષા નાં પદાધીકારો મળે છે તે જ મતવિસ્તારો માટે
પક્ષ નાં ઉમેદવાર મળતા નથી......આયાત કરવા પડે છે .....
એનો સીધો
અર્થ......સંગઠન માટે પસંદ કરેલ વ્યક્તિ ક્યારેય જનતા નાં સંપર્ક માં રહેતો નથી
અથવા આયાત કરાતા ઉમેદવારો કોઈક નાં દબાણ ને વશ થઇ પસંદ કરાયા છે ......
નેતાઓ તો હદ ત્યારે
વટાવી જાય છે,જ્યારે તેઓ પક્ષ ના ઉમેદવાર ને હરાવવા સક્રિય થાય છે .....અને હવે તો
મતદાન નાં આંકડા બુથ પ્રમાણે પ્રાપ્ય થવાથી આ બધી બાબત નરી આંખે જોઈ શકાય છે....
શું Dictatorial Democracy જ એક માત્ર વિકલ્પ બન્યો છે ?.....જીતનારાઓ ની કાર્ય પધ્ધતિ
જોતા તો એવું લાગે છે ......
ક્યા સુધી માત્ર
મમત-જીદ-અને પોતાની ઈચ્છા ની પરીપુર્તતા ની સક્રિયતા સામે કાર્યકર શાંત રહેશે ???
શું બળવા-દાદાગીરી
અને ટોળાશાહી ના વરવા પ્રદર્શનો સામે ઝુકતા રહી ને હાર સ્વીકારતા રહીશું......
આ વાત પ્રવર્તમાન
પરાજિત સંગઠન ની છે .........પરંતુ ઊંડો અભ્યાસ કરશો તો આ બદી હવે સમાજ માં પણ
ફેલાઈ રહી છે અને પરિણામ તો એક જ પરાજય.........
So finally you have realized the truth. The reason you have sighted apply to all losing parties. BJP or INC. (But it is more prevalent in Congress where the decision is left to "HIGH COMMAND". Democratic party?!!!)The trouble is they come to surface only when the defeat is experienced by any party. But your outburst also tells something not written, why Narhari Amin left congress.
ReplyDeleteAs you know we are on opposite end of political spectrum but I must say that you have put in words what thousands of disappointed common worker of Congress party must be feeling.
ReplyDeleteUnfortunately this cancer started during Indira Gandhi's time and now it has spread in the whole body of Congress at all levels. The custom of leaving every decision in the hands of "high command" has killed inner party democracy and I am afraid there is no end in sight because those who venture to tell the truth are sidelined.
તમે હાર્યા કારણકે તમે કામ કરવા માં બદરકાર છો એટલે કે કામ ચોર છો એકલા કામ ચોર છો ના લોકો ના પૈસા પણ લૂટ્યા છે તમે લુટારા છો હા ના તમે ભ્રષ્ટાચારી પણ છો તમે ભ્રષ્ટાચારી છો હા ના તમે દેશ નું દેશ ની પ્રજા નું નખ્ખોદ કાઢવા બેઢા છો તમે ભાજપ ને પણ તેમ કરવા માં મદદગર છો.
ReplyDeleteસાચી વાત
Delete