Pages

Thursday, 16 August 2012

મોદી નું વધુ એક જુઠ્ઠાણું...........

સ્નેહી શ્રી નરેન્દ્રભાઈ,

રાજ્ય નાં વિકાસ નાં નામે....સદભાવના નાં નામે....કેન્દ્ર સરકાર નાં નામે....
ભ્રષ્ટાચાર નાં નામે....
આપને જુઠ્ઠું બોલવાની આદત પડી ગઈ છે તે હવે જગજાહેર થતી જાતિ વાત છે......
પરંતુ આપ ભ્રષ્ટાચારી હોવા છતા ભ્રષ્ટાચારી નથી તેવું સિદ્ધ કરવા રામદેવ ને ખરીદો તે તો સમજી શકાય કારણ વેચાવ માલ ને ખરીદવાની આપની  આદત જૂની છે પરંતુ ગુજરાત નાં ગૌરવવંતા ઇતિહાસ સમા ભ્રષ્ટાચાર અને મોંઘવારી વિરુદ્ધ નાં ૧૯૭૪ નાં નવનિર્માણ આંદોલન કે જેમાં ૧૬૨ નાગરિકો ની શહાદતે આંદોલન ને એક ઇતિહાસ ની યાદગાર હકીકત તરીકે કંડારી તે આંદોલન માં આપ પણ જોડાયા હતા ? શા માટે આપ આપની જાતને આ ઐતિહાસિક આંદોલન સાથે જોડી આંદોલન ને કલંકિત કરવા નો પ્રયાસ કરો છો ? શું આપ સિદ્ધ કરવા નો પ્રયાસ કરો છો કે આપ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પણ લડેલા છો ?
આપને અને નવનિર્માણ આંદોલન ને શું ?
નવનિર્માણ આંદોલન માં કોઈ રાજકીય પક્ષો નો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હાથ ન હતો......
આપ ને જુઠ્ઠું જ બોલવું હતું તો કોઈક ને પુછવું હતું....કેટલાક મિત્રો PHD થયેલ છે આ જ વિષય ઉપર અને તે પણ પરિમલ ની યુનિવર્સીટી માં નહિ.....ઇતિહાસ ગવાહ છે......
જયપ્રકાશજી ૧૦ ફેબ્રુઆરી ૧૯૭૪ નાં રોજ બે દિવસ માટે અમદાવાદ આવ્યા હતા.....અને ૯,ફેબ્રુઆરી નાં રોજ તો સરકારે રાજીનામું આપ્યું હતું.....પછી જયપ્રકાશજી ને કારણે આંદોલન કઈ રીતે ?
૧૧-ફેબ્રુઆરી થી ૧૭-માર્ચ (ગુજરાત વિધાનસભા નાં વિસર્જન સુધી) જયપ્રકાશજી ગુજરાત આવ્યાનું મને યાદ નથી....હા એવો કોઈ ઉલ્લેખ પણ ક્યાય નથી....તો ગુજરાત નું આંદોલન જયપ્રકાશજી ને કારણે મજબુત કઈ રીતે બન્યું.?
હા, જયપ્રકાશજી એ ૨૧ માર્ચ નાં રોજ પટના ની જાહેરસભા માં ચોક્કસ હાકલ કરી હતી "હમ ગુજરાત સે આયે હૈ નવનિર્માણ લાયે હૈ.....હમને ચીમન કો હટાયા હૈ તો ગફુર ક્યા ચીજ હૈ " ( તે સમયે બિહાર માં અબ્દુલ ગફુર ની સરકાર હતી).
ગુજરાત નાં એક પણ વર્તમાન પત્ર એ આપણા નેતૃત્વ ની ક્યારેય નોંધ પણ લીધી નથી.......
શા માટે આ ખોટું બોલી ગુજરાત નાં પવિત્ર અને સફળ આંદોલન ને કલંકિત કરી શહાદત નું અપમાન કરો છો.........................

1 comment:

  1. ઉમાકાન્તભાઇ..
    તમે તમારા બ્લૉગ મા નીચેનુ વાક્ય લખ્યુ છે..
    "ગુજરાત નાં એક પણ વર્તમાન પત્ર એ આપણા નેતૃત્વ ની ક્યારેય નોંધ પણ લીધી નથી".......
    તો શુ આપણા આજના નેતાજી તમારી સાથે આન્દોલન મા સાથીદાર હતા??

    ReplyDelete