Pages

Tuesday, 18 September 2012

મણીનગર વિધાનસભા...........

છેલ્લા ૧૦ વર્ષ થી મણીનગર વિધાનસભા મતવિસ્તાર માં થી નરેન્દ્ર મોદી ચુંટણી જીતી રહ્યા છે.......માત્ર કોંગ્રેસ પક્ષ ની ઉમેદવાર ની પસંદગી ...........
શા માટે ?...........પસંદગી કરી યતીન ઓઝા ની.......
યતીન ઓઝા કોણ છે ?.............એક સમય નાં ભાજપા નાં ધારાસભ્ય.....જેની વિચારધારા જ માત્ર ભાજપા ની તે ને કોંગ્રેસ નાં ઉમેદવાર બનાવી શકાય ? ભાજપા થી વિખુટા પડેલ એક નેતા ને કારણે યતીન ઉમેદવાર બન્યા....મોદી ની જીત નિશ્ચિત બની......અને યતીન પાછા ભાજપા માં ગયા.......
કોંગ્રેસ પક્ષ નાં સનિષ્ઠ કાર્યકર અને સૌમ્ય પ્રકૃત્તિ ધરાવતા કેન્દ્રીય મંત્રી શ્રી દિનશા પટેલ ઉપર કળશ ઢોળાયો......આંધી-તુફાન અને જુઠ્ઠાણા ની વચ્ચે દિનશા ?
જ્યાં કોઈ સિધ્ધાંત નથી....ખોટું જ કહેવું જેનો મેનિફેસ્ટો છે......ભ્રષ્ટાચાર નો વ્યાપક પૈસો છે.....સત્તા નો દુર-ઉપયોગ જેની મહત્વકાંક્ષા છે....જોર થી બોલવું અને જુઠ્ઠું બોલવું જેની આવડત છે.....તેની સામે એક ખાદીધારી.!!!
આ એ જ મણીનગર છે જ્યાં સાચા સ્વરૂપ નો ગરીબ પણ કોંગ્રેસી સ્વ.રામલાલ રૂપલાલ પણ ચુંટાતા હતા.....મણીનગર માં કોંગ્રેસ નો દબદબો હતો....પણ મોદી ની જીત અમારી ભૂલો બની.......
રાજકોટ ની પેટા  ચુંટણી માં પહેલી વખત અમે ખાનદાન ને ઉમેદવાર બનાવ્યા.....હાર્યા, બીજી વખત પાખંડી ઉમેદવાર બન્યો પણ નિયત ન હતી....હાર્યો....ત્રીજી વખત રાજકારણ નો ખેલાડી અનુભવી પણ શાંત અને સૌમ્ય હાર્યો........એક પુરુષ નાં બધા સ્વરૂપ ની હાર તો માત્ર રાક્ષસ જ કરી શકે.......
હવે કોણ ???
માનવ હત્યારો....પાખંડી-ભ્રષ્ટ-જુઠ્ઠો-અને સિધ્ધાંત વિહીન રાજકારણી મોદી ને પરાસ્ત કરવા ની શક્તિ કોના માં ?
સિદ્ધાંતો છોડી, જેવા ની સાથે તેવા બની શકનાર જ ઉમેદવાર બની શકે........કોઈક કારણોસર પ્રસિદ્ધિ મળી હોય અને આવા ગુણો નો સમન્વય હોય તો સ્વીકૃત......
પ્રસિદ્ધ ડોક્ટર-વકીલ-સમાજ સેવી કે નિવૃત પોલીસ અમલદાર કે ગાંધી-સરદાર નાં પરિવાર જનો શું આ મહાકાય જુઠ્ઠા ને પરાસ્ત કરવા જનતા ને આકર્ષી શકશે ?
બાકી તો યતીનો ઘણા મળે છે........મણીનગર મણીનગર ની પ્રતિષ્ઠા ગુમાવી રહ્યું છે........ભલે મુખ્યમંત્રી હોય પણ આબરૂ ના નામે .....૦૦૦૦૦૦.

No comments:

Post a Comment