Pages

Saturday, 8 September 2012

ગુટકા જશે !!!

ગુટકા હવે બંધ થશે.....................
ગુટકા વેચનાર ને આકરી સજા થશે........
ગુટકા છોડનાર મને SMS કરે..:મોદી...
ગુટકા પ્રતિબંધ નો વિચાર જનહિતમાં કાયદો બન્યો છે........................
બધી જ વાત સ્વીકારી, ગુટકા ઉપર નો પ્રતિબંધ આવકારદાયક છે....પણ કોઈ સમજે છે કે પછી બસ લાગી જ પડવું છે.......જેમ ગુજરાત નાં વિકાસ ની વાત.....
મેં પોતે ૨૦ વર્ષ કલકત્તી-નવરત્ન કીમામ-૧૬૦ નાં પાન ખાધા છે........મેં ૭ વર્ષ તંબાકુ વાળા ગુટકા ખાધા છે......અને આજે પણ પાન મસાલા નાં નામે વેચાતા "માણેકચંદ સાદી" તરીકે ઓળખાતા ગુટકા ખાવ છું............
પાન નાં ગલ્લે પુછુ છું કે ભાઈ આ મસાલા ગુટકા બંધ થશે કે નહિ ? જવાબ મળે છે "નાં".................અને મને વિચારો આવે છે......
એ જ ગલ્લે "૦૦"નંબર ની તમાકુ ની ટેટ્રા પેક પડીકી મળે છે.....સાદા ગુટકા મળે છે.....બંને ભેગા કરીએ તો પ્રતિબંધિત ગુટકા જ થાય.......તો પ્રતિબંધ નો અર્થ શું ?
ગુટકા.........હાનીકારક કેમિકલ્સ નો ઉપયોગ થતો હોવાથી સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.......
મસાલા ગુટકા..............તેમાં પણ તે જ હાનીકારક તત્વો છે....માત્ર નથી તંબાકુ.
તંબાકુ:............કોઈ પ્રતિબંધ નથી, જોઈએ તેટલી અને જોઈએ તે પ્રકારના પેકીંગમાં ઉપલબ્ધ છે.....
કેટલાક ડોક્ટર મિત્રો......કેટલાક તમાકુ નું સેવન કરનારાઓ......અને મોદી જે કહે-કરે તે સાચું જ તેમ ન સમજનાર મિત્રો........
મારે સમજવું છે કે "ગુટકા ઉપર પ્રતિબંધ" એટલે શું ?
ગુજરાત સિવાય ગુટકા પ્રતિબંધિત  કરતો કાયદો મહારાષ્ટ્ર માં અમલ માં છે જ પણ ત્યાં તમાકુ વાળા કે વગરના પણ કોઈ પણ પ્રકારના ગુટકા ઉપર જ પ્રતિબંધ છે......મહદ અંશે સારી વાત પણ જ્યાં સુધી તમાકુ ઉપર જ પ્રતિબંધ ન આવે ત્યાં સુધી બધી જ વાત વાહિયાત....
ખેડૂતો તમાકુ પકવે......અને પાક નિષ્ફળ જાય તો સરકાર અને બેંકો તેને સહાય કરે..........અને ઉપભોક્તા માટે પ્રતિબંધ ?
સિગારેટ પીવી એટલે કેન્સર ને નિમંત્રણ.......આવું છાપ્યા બાદ જ સિગારેટ નું વેચાણ થઇ શકે છતા સિગારેટ નાં વેચાણ માં કોઈ ફેર પડ્યો ?
બીડી પીનાર મોટા ભાગે અશિક્ષિત છે તે શું બીડી ની ગડી ઉપર વાંચશે ?
વધતી જતી વસ્તી ને નિયંત્રિત કરવા આપણે "નિરોધ"નું વિતરણ મફત કરતા રહ્યા છીએ.....તો ધુમ્રપાન છોડવા માટે આવતી ચિગમ  કેમ મફત નથી વેચતા ?
વધતી વસતી એ ભાર છે -ખર્ચ છે............ધુમ્રપાન કે તમાકુ આવક છે........
મોદી ઓ ગુટકા પ્રતિબંધ નાં તાયફા કરશે.......અને તેમાં ભ્રષ્ટાચાર વધતો રહેશે.......પછી અન્ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો દ્વારા અને રામદેવ કાળા નાણાં જેવા આંદોલનો માટે મેદાને પડશે....અને આપણે ગાંડા થઇ તેમાં જોડાતા રહેશું.........પણ કોઈ માઈ નો લાલ દેશ માં થી તમાકુ પ્રતિબંધ અને પરમીટ દ્વારા જ સિગારેટ નાં વેચાણ માટે આંદોલન નહિ કરે.........એમને દેશ નાં સ્વાસ્થ્ય ની જ પરવા છે....જનતા નાં નહિ.......
હવે દરેક ગલ્લે તમાકુ મસાલા ગુટકા માં ભેળવવા માં આવશે અને નાના-નાના ઓદ્યોગિક એકમો થશે........પણ ટેવ અને આદત નો બંધાણી તો તેના નશા માં મસ્ત રહેવાનો.......
યાદ રાખજો ઓક્ટોબર-૨૦૧૨ માં સિગારેટ નું વેચાણ વધી જશે અથવા ફ્લેવર્ડ તમાકુ નું વેચાણ વધી જશે.............
કહે છે ને કે કાયદા માં પણ છટકબારી હોય છે !!!!!!!!!

No comments:

Post a Comment