છેલ્લા કેટલાક દિવસથી ટી.વી. માધ્યમો અને પ્રિન્ટ મીડિયા દ્વારા કેટલીક જાહેરાતો પ્રજાને ગેરમાર્ગે દોરવા કરાઈ રહી છે.......
સ્વાભાવિક છે વિધાનસભા-૨૦૧૨ ની સામાન્ય ચુંટણી નાં પડઘમ વાગી રહ્યા હોય રોજ આવી જાહેરાતો નું પ્રમાણ વધતું રહેશે......અધિકાર છે સાચી વાતો જનતા સમક્ષ મુકાવવી જ જોઈએ....પરંતુ કમનશીબે આવી જાહેરાતો ની પ્રસિદ્ધિ માટે કોઈ સેન્સર બોર્ડ ન હોવાથી મનફાવે તે વાતો -ખોટી વાતો નું પ્રમાણ વધતું જ રહ્યું છે......
ગુજરાત ને ગેસ ઓછો ફાળવાય છે .......મટન ની નિકાસ ઉપર કોઈ પ્રતિબંધ નહિ અને કપાસ ની નિકાસ ઉપર પ્રતિબંધ ......કેરોસીન ની ઓછી ફાળવણી........
અત્યંત દુર્ભાગ્યપૂર્ણ રીતે "મારા ગુજરાત" ની જનતા નાં નાણે હડહડતું ખોટું......
વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે મોટા મોટા જાહેરાત નાં બોર્ડ.....વિવિધ મુદ્રા માં "રાખી સાવંત"ની હરીફાઈ કરતા મુખ્યમંત્રી ...અવાર નવાર અન્ય રાજ્યો કરતા પોતે મહાન છે ની વાતો.....વડાપ્રધાન બનવાની વાત કરી સસ્તી પ્રસિદ્ધિ.....રાજ્ય ની સમસ્યા ઉપર ધ્યાન આપવાને બદલે કેન્દ્ર સરકાર ની વાતો કરી જનતા ને ગુમરાહ કરવા ની નીતિ......એક મુખ્યમંત્રી સરેઆમ રાષ્ટ્ર નાં વિભાજન જેવી વાતો કરે......રાજ્ય ની જમીનો બાપ ની મિલકત હોય તેમ ખેરાત કરે......વિકાસ નાં નામે વિદેશ પ્રવાસ.....ઇન્ફર્મેશન ટેકનોલોજી નાં યુગ માં માહિતી મેળવવા નાં નામે વિદેશ યાત્રા માટે લાખો નો ધુમાડો.........અને કહેવું કે ગુજરાત ને અન્યાય ?
સી.એન.જી. ગેસ ગુજરાત ને અન્ય રાજ્યો ની સરખામણી એ વધુ મળે છે......ભાવ પણ ઓછા છે....કેન્દ્રીય પેટ્રોલીયમ પ્રધાન ની આંકડા સાથે ની અધિકૃત જાહેરાત પછી કેમ ગુજરાત સરકાર મૌન રહી ?....કોણ કહે છે કપાસ ની નિકાસ ઉપર પ્રતિબંધ છે ? કેરોસીન ગરીબી રેખા નાં આધારે ફાળવણી થાય છે......એક તરફ રાજ્ય નાં વિકાસ ની વાત કરી ગરીબી ઓછી થયા નો દાવો કરનાર સરકાર કયા કાયદા નીચે વધુ કેરોસીન ની માંગણી કરે છે ?
માત્ર જનતા ને ગુમરાહ કરવા "તમાચા" ની જાહેરાતો માટે તો જનતા જ નાણાં નો વ્યય કરી ચુંટણી પ્રચાર માટે ખોટું બોલવાનો ધર્મ નિભાવી રહી છે આ સરકાર........હકીકતે તો....
શિક્ષણ નું વ્યાપારીકરણ કરી જનતા ને તમાચો માર્યો છે...........ગૌચર ની લ્હાણી કરી ભ્રષ્ટાચાર કરનારે માલધારી સમાજ ને તમાચો માર્યો છે........એસ.ટી.નો પ્રવાસ મોંઘો કરી સામાન્ય જનતા ને તમાચો માર્યો છે.......માંદગી ની સારવાર મોંઘી કરી બીમાર ને તમાચો માર્યો છે......ફીક્ષ પગાર નાં નામે નામદાર ગુજરાત હાઈકોર્ટ નાં આદેશ ને પડકારી બેકારો ને તમાચો માર્યો છે.....વીજળી મોંઘી કરી માધ્યમ વર્ગ ને તમાચો માર્યો છે......પેટ્રોલીયમ પ્રોડક્ટ ઉપર સહુથી વધુ વેટ લઇ યુવાન અને વેપારી સમાજ ને તમાચો માર્યો છે.......બાળકો ગુમ થવા ની ઘટના માં નીસક્રીયતા દાખવી પરિવારો ને તમાચા માર્યા છે......બહેનો ઉપર થતા બળાત્કાર માં કોઈ સલામતી ન દાખવી બહેનો ને તમાચો માર્યો છે.......આદિવાસી ઓ ને તેમની હક્ક ની ખેડાણ માટે ની જમીન ન આપી આદિવાસીઓ ને તમાચો માર્યો છે.....દલિત સમાજ નાં ઉત્થાન તરફ સદંતર ઉપેક્ષા દાખવી તેમને તમાચો માર્યો છે......કિશાનો ને દુષ્કાળ જેવી પરિસ્થિતિ માં સમયસર રાહત ન આપી કિશાનો ને તમાચો માર્યો છે......કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ મુજબ આપવાની થતી રકમ ન આપી તેમને તમાચો માર્યો છે........તમાચાઓ-લાતો-લાઠીઓ અને ગડદાપાતું ખાવાથી કોઈ બાકી રહ્યું છે ખરું ? અને અંતે...........ભાજપા નાં કાર્યકરો જેમના સહારે સત્તા મળી તેમને જેલ માં મોકલી કેટલા તમાચા માર્યા.......
"તમાચા" ની જાહેરાતો નાં તાયફા કરી પોતાની કલંકિત સત્તા અને રાજ ધર્મ નિભાવવાની નિષ્ફળતા ને ઢાંકી મત મેળવવા નાં આ તાયફા એટલે રાજ્ય ની તિજોરી ને અને જનતા ને તમાચો છે.
No comments:
Post a Comment